સુરક્ષા કેન્દ્ર

કેમ છો, વાલીઓ! આ પૃષ્ઠ પર તમને TikTokને સમજવામાં થનારા તથા આપના કિશોરોને એપ્લિકેશન અને સમુદાય સાથે શ્રેષ્ઠ અનુભવ મેળવવામાં મદદરૂપ થનારા સંસાધનો અને માહિતી પ્રાપ્ત થશે.

સામાન્ય રીતે, અમે આપને આપના કિશોરોના એકંદર ઑનલાઇન અનુભવમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરીએ છીએ. ઇન્ટરનેટ સુરક્ષા, ઑનલાઇન ગોપનીયતા અને તેમને ઉપલબ્ધ વિકલ્પો વિશે વહેલી તકે વાતચીતનો પ્રારંભ કરો. તમારું માર્ગદર્શન અમૂલ્ય હોઈ શકે છે!

TikTok શું છે?

TikTok એ ટૂંકા મોબાઇલ વિડિયોઝ માટે વિશ્વનું મોખરાનું સ્થાન છે. અમારું મિશન વિશ્વની સર્જનાત્મકતા, જ્ઞાન અને રોજબરોજના જીવનમાં મહત્વ રાખતી હોય તેવી પળોને કૅપ્ચર કરવાનું અને તેને પ્રસ્તુત કરવાનું છે. TikTok દરેકને તેમના સ્માર્ટફોનથી સીધા જ સર્જક બનવાનો અધિકાર આપે છે અને તેમના વિડિયોઝ મારફતે તેમના જુસ્સા અને સર્જનાત્મક અભિવ્યક્તિને શૅર કરવા માટે વપરાશકર્તાઓને પ્રોત્સાહિત કરીને એક સમુદાય બનાવવા માટે વચનબદ્ધ છે.

TikTok કોના માટે છે?

TikTok 13 વર્ષ કે તેથી મોટી ઉંમરના વપરાશકર્તાઓ માટે છે. કૃપા કરીને 13 વર્ષથી નીચેની વયના બાળકને એપ્લિકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશો નહીં.

જો તમને જાણ થાય કે તમારા 13 વર્ષથી નીચેની વયના બાળકે TikTok એકાઉન્ટ માટેની નોંધણી કરી છે, તો તમે https://www.tiktok.com/legal/report/privacy પર અમને ચેતવણી આપી શકો છો. અમે તાકીદે ઉચિત પગલાં લઈશું.

ઉચિત ઉપયોગ અંગે વધુ માહિતી મેળવવા માટે, કૃપા કરીને અમારી સેવાની શરતો અને સમુદાયનાં દિશાનિર્દેશો જુઓ.

શું હું મારા કિશોરને TikTok ડાઉનલોડ કરવાથી અટકાવી શકું છું?

તમારા કિશોર બાળકો ડાઉનલોડ કરી શકે તેવી કોઈપણ એપ્લિકેશનો સહિત તેમના ઇન્ટરનેટ ઉપયોગ પર ધ્યાન રાખવા અમે આપને પ્રોત્સાહિત કરીએ છીએ. iOS અને Android બંને પેરેન્ટલ નિયંત્રણો પ્રદાન કરે છે, જેનાથી તમે ચોક્કસ એપ્લિકેશનો, સુવિધાઓ, ફિલ્મો, સંગીત અને અન્ય ચીજોને ઉપકરણ સ્તરે મર્યાદિત અથવા અવરોધિત કરી શકો છો.

TikTok એ 13 વર્ષ અને તેથી વધુ ઉંમરનાં વપરાશકર્તાઓ માટે હોવાથી અમે તેને સ્ટ્રીક્ટ 12+ એપ્લિકેશન સ્ટોર રેટિંગ આપ્યું છે. આ તમને તમારા ઓછી ઉંમરનાં બાળકોના ફોનમાંથી એપ્લિકેશનને અવરોધિત કરવા ઉપકરણ-આધારિત પેરેન્ટલ કન્ટ્રોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

પેરેન્ટલ નિયંત્રણો (અથવા 'પ્રતિબંધો') અને તેમને કેવી રીતે લાગુ કરવા તેના અંગે વધુ માહિતી માટે, કૃપા કરીને Apple App Store અથવા Google Play Store સૂચનાઓને જુઓ.

મારું કિશોર બાળક તેમના વિડિયોઝ કોણ જોઈ શકે અને તેમને સંદેશાઓ કોને મોકલી શકે, તે કેવી રીતે નિયંત્રિત કરી શકે છે?

વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટને ખાનગી કરીને નિયંત્રિત કરી શકે છે કે, કોણ તેમની અપલોડ કરેલ સામગ્રી જોઈ શકે છે, તેમને અનુસરી શકે અને તેમને સંદેશાઓ મોકલી શકે છે. ખાનગી એકાઉન્ટ સાથે, વપરાશકર્તાઓ ફૉલોઅર્સને મંજૂર અથવા નામંજૂર કરી શકે છે અને તેમની અપલોડ કરેલ સામગ્રી અને ઇનકમિંગ સંદેશાઓને ફક્ત અનુયાયીઓ સુધી પ્રતિબંધિત કરી શકે છે.

જો વપરાશકર્તા પાસે કોઈ સાર્વજનિક પ્રોફાઇલ હોય, તો TikTok એપ્લિકેશન પર સાઇન ઇન કરેલ કોઇપણ તે વપરાશકર્તાના સાર્વજનિક વિડિયોઝ જોઈ શકે છે. જો કે, ફક્ત માન્ય ફૉલોઅર્સ જ તે વપરાશકર્તાને સંદેશ મોકલી શકે છે.

"વપરાશકર્તાઓ સાર્વજનિક અથવા ખાનગી કોઇપણ એકાઉન્ટ રાખવાનું પસંદ કરે, તેઓ હંમેશા આ કરી શકે છે:

  • બીજાને તેમનો સંપર્ક કરવાથી કોઇપણ સમયે અવરોધો
  • વિડિયોને ખાનગી રીતે સાચવો, જેથી કરીને સામગ્રી અન્ય કોઇપણ વપરાશકર્તા દ્વારા જોઈ શકાશે નહીં
  • ટિપ્પણીઓ, ડ્યૂએટ્સ અથવા સંદેશાઓ પર પ્રતિબંધોને લાગુ કરો

તમારા કિશોરને તેમના TikTok અનુભવને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, તેવા વધુ સેટિંગ્સ માટે , અમારા ટૂલ્સના પૃષ્ઠની મુલાકાત લો.

કૃપા કરીને યાદ રાખો: ખાનગી એકાઉન્ટ સાથે પણ, પ્રોફાઇલ ફોટો, વપરાશકર્તા નામ અને વ્યક્તિગત માહિતી સહિત પ્રોફાઇલ માહિતી તમામ વપરાશકર્તાઓ જોઈ શકશે. તમારા કિશોર બાળકને સલાહ આપો કે, તેની/તેણીની પ્રોફાઇલમાં ઉંમર, સરનામું અથવા ફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી જાહેર કરવી નહીં.

મારું કિશોર બાળક અનુચિત સામગ્રી અથવા વર્તનની જાણ કેવી રીતે કરી શકે છે?

જો તમે અથવા તમારું કિશોર બાળક કંઇક અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી કોઈ સામગ્રી જુએ, તો કૃપા કરીને અમને તેની જાણ કરો, જેથી કરીને મધ્યસ્થી ટીમ તેની સમીક્ષા કરી શકે અને ઉચિત પગલું લઈ શકે. વપરાશકર્તા કોઈ ચોક્કસ વિડિયો, વપરાશકર્તા અથવા એપ્લિકેશનમાંની જ કોઈ ટિપ્પણીની જાણ કરી શકે છે.

આથીયે વધુ, તમારું કિશોર બાળક તેમની સામગ્રી જોઈ શકવા અથવા તેમને સંદેશા મોકલવાથી બીજા વપરાશકર્તાને અવરોધિત કરી શકે છે.