સમુહની માર્ગદર્શિકા

છેલ્લે અપડેટ કર્યું: જાન્યુઆરી, 2020

સર્જનાત્મકતાને પ્રેરિત કરવું અને આનંદ લાવવો એ TikTok નું મિશન છે. અમે એક વૈશ્વિક સમુદાયની રચના કરીએ છીએ જ્યાં વપરાશકર્તાઓ યથાર્થરૂપે રચના કરી શકે અને શેર કરી શકે, તેમની આસપાસના વિશ્વમાં શોધ કરી શકે અને સમગ્ર વિશ્વના અન્ય લોકો સાથે જોડાઈ શકે. અમે આ સમુદાયને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ પણ છીએ. અમારા સમુદાયના દિશાનિર્દેશો અમારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે અને અમારા પ્લેટફોર્મ પરની સામાન્ય આચાર સંહિતાને નિર્ધારિત કરે છે. આ દિશાનિર્દેશોથી અમારો સમુદાય એક સુરક્ષિત સહિયારા સ્થાનને જાળવવામાં પણ મદદ કરી શકે છે.

TikTok એ સર્જનાત્મક  અભિવ્યક્તિના પાયા પર રચાયેલ એક વ્યાપકપ્લેટફોર્મ છે. અમે સમાન વસ્તુઓ કરનારાઓનો એક સમુદાય શોધતી વખતે, વપરાશકર્તાઓને તેમની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જે તેમને વિશિષ્ટ બનાવે છે. અમે ઊંડાણપૂર્વક માનીએ છીએ કે અમારા વપરાશકર્તાઓ રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિઓના એક વિશાળ વિસ્તારમાંથી આવે છે અને અમે જે દેશમાં કામ કરીએ છીએ ત્યાંના સાંસ્કૃતિક ધોરણો અને સ્થાનિક અધિનિયમોને ધ્યાનમાં લઈએ છીએ.

એક સુરક્ષિત અને સમર્થિત વાતાવરણ આપવું એ અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે માનીએ છીએ કે લોકોને મુક્ત રીતે અને સર્જનાત્મક રીતે પોતાને અભિવ્યક્ત કરવામાં  આરામદાયક લાગવામાં મદદ કરવા માટે સુરક્ષાનો અનુભવ થવો આવશ્યક છે. અમે અમારા પ્લેટફોર્મથી ભ્રામક સામગ્રી અને એકાઉન્ટને દૂર રાખીને અધિકૃત ક્રિયાપ્રતિક્રિયા માટેનું વાતાવરણ કેળવવાનું  પણ ધ્યેય રાખીએ છીએ.

અમારા મૂલ્યો અમારા સમુદાયના દિશાનિર્દેશોનો પાયો રચે છે. અમે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા વિડિયો, ઑડિયો, છબી અને ટેક્સ્ટ સહિતની સામગ્રીને દૂર કરીએ છીએ અને ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનોમાં સામેલ એકાઉન્ટને સસ્પેન્ડ અથવા પ્રતિબંધિત કરીએ છીએ. અમુક ચોક્કસ સંજોગો હેઠળ, અમે એક પગલું આગળ વધીશું અને અમારા સમુદાયને સુરક્ષિત રાખવા માટે સંબંધિત કાનૂની અધિકારીઓને એકાઉન્ટની જાણ કરીશું.

અમારા સમુદાયના દિશાનિર્દેશો દરેક વ્યક્તિ અને TikTok પર શેર થયેલ દરેક વસ્તુ પર લાગુ થાય છે. તે પ્લેટફોર્મ પર શેની મંજૂરી છે અને શેની મંજૂરી નથી તેના પરનું સામાન્ય માર્ગદર્શન પ્રદાન કરે છે. અમે એ પણ જાણીએ છીએ કે કેટલીક સામગ્રી જે સામાન્ય રીતે અમારા દિશાનિર્દેશોના આધારે દૂર કરવામાં આવે છે તે લોકો માટે મહત્વ ધરાવતી હોઈ શકે છે. તેથી, અમે નીચેની કલમોમાં વર્ણવવામાં આવ્યું છે તે અનુસાર, અમુક ચોક્કસ સંજોગો હેઠળ અપવાદોને મંજૂરી આપીએ છીએ.

સમુદાયની વર્તણૂક સાથે વિકસિત થવા, ઉભરતા જોખમોને ઘટાડવા અને TikTok ને સર્જનાત્મકતા અને આનંદ માટેનું એક સુરક્ષિત સ્થાન રાખવા માટે અમે સમુદાયના દિશાનિર્દેશોને સમય સમય પર અપડેટ કરીએ છીએ.


ખતરનાકવ્યક્તિઓ અનેસંગઠનો

અમે ખતરનાક વ્યક્તિઓ અથવા સંગઠનોને આતંકવાદ, અપરાધ અથવા નુકસાન પહોંચાડી શકે તેવા પ્રકારના અન્ય વર્તનને પ્રોત્સાહન આપવા માટે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી. જ્યારે લોકોની સુરક્ષા પર સંભવિત જોખમની વાત આવે, ત્યારે અમે સંબંધિત કાનૂની અધિકારીઓ સાથે સહયોગ કરીને અને એકાઉન્ટને પ્રતિબંધિત કરીને સમસ્યાને નિયંત્રિત કરીએ છીએ.

આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો

આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો એ કોઈપણ બિન-સ્થાપિત કાર્યકરો છે જે રાજનીતિક, ધાર્મિક, નૈતિક અથવા વૈચારિક ઉદ્દેશ્યોની શોધમાં વસ્તી, સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંગઠનને ડરાવવા અથવા ધમકાવવા માટે બિન-લડાકુ વ્યક્તિઓને નુકસાન પહોંચાડવા માટે પૂર્વ હિંસા અથવા હિંસાની ધમકીઓનો ઉપયોગ કરે છે. 

અન્ય ખતરનાક વ્યક્તિઓ અને સંગઠનો

અમે અપરાધો કરનારા અથવા અન્ય પ્રકારના ગંભીર નુકસાન કરનારાઓને ખતરનાક વ્યક્તિઓ અને સંગઠનો તરીકે નિર્ધારીત કરીએ છીએ. સમૂહો અને અપરાધોના પ્રકારોમાં નીચે મુજબ સામેલ છે, પરંતુ અહીં સુધી મર્યાદિત નથી:

 • ઘૃણા ફેલાવતા સમૂહો
 • હિંસક ઉગ્રવાદી સંગઠનો
 • માનવહત્યા
 • માનવોની તસ્કરી
 • અંગોની તસ્કરી
 • શસ્ત્રોની તસ્કરી
 • ડ્રગની તસ્કરી
 • અપહરણ
 • હપ્તા વસૂલી
 • બ્લેકમેઇલિંગ
 • પૈસાની હેરાફેરી
 • છેતરપિંડી 
 • સાઇબર અપરાધ

પોસ્ટ કરશો નહીં:

 • ખતરનાક વ્યક્તિઓ અને/અથવા સંગઠનોને પ્રસ્તુત કરવાના હેતુ માટેના નામ, પ્રતીક, લૉગો, ધ્વજ, સૂત્રોચ્ચાર, પહેરવેશ, હાવભાવ, પોર્ટ્રેટ અથવા અન્ય ઑબ્જેક્ટ
 • ખતરનાક વ્યક્તિઓ અને/અથવા સંગઠનોની પ્રશંસા કરતી, તેમનું મહિમામંડન કરતી અથવા તેમનું સમર્થન કરતી સામગ્રી
 • અપવાદો: શૈક્ષણિક, ઐતિહાસિક, વ્યંગાત્મક, કલાત્મક અને અન્ય સામગ્રી કે જે સ્પષ્ટપણે વિરોધી વાણી તરીકે ઓળખી શકાતી હોય અથવા જેનો ઉદ્દેશ ખતરનાક વ્યક્તિઓ અને/અથવા સંગઠનો દ્વારા પહોંચાડવામાં આવતા નુકસાન સામે જાગરૂકતા લાવવાનો હોય


ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નિયમનકારી માલસામાન

અમે અમુક ચોક્કસ નિયમનકારી માલસામાનના વેપાર, વેચાણ, પ્રચાર અને ઉપયોગને તેમ જ અપરાધી પ્રવૃત્તિઓના નિરૂપણ અથવા પ્રચારને પ્રતિબંધિત કરીએ છીએ. કેટલીક સામગ્રી દૂર કરવામાં આવી શકે છે જો તે મોટાભાગના પ્રદેશ અથવા વિશ્વમાં ગેરકાયદેસર અથવા નિયમનકારી પ્રવૃત્તિઓ અથવા માલસામાનથી સંબંધિત હોય, પછી ભલે તે વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ અથવા માલસામાન પોસ્ટ કરનારના અધિકારક્ષેત્રમાં કાયદેસર હોય. અમે તે સામગ્રીના અપવાદોને મંજૂરી આપીએ છીએ જે જાહેર જનતા માટે મૂલ્ય પ્રદાન કરતી હોય જેમ કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક, કલાત્મક અને સમાચારને લગતી સામગ્રી.

અપરાધી પ્રવૃત્તિઓનો પ્રચાર

અપરાધી પ્રવૃત્તિઓ કાયદા દ્વારા દંડાત્મક કૃત્યોના એક વિશાળ ક્ષેત્રને આવરે છે જેમાં ચોરી, હુમલો, માનવ શોષણ અને અન્ય નુકસાનકારક વર્તન સામેલ છે. અમે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સામાન્ય બની જાય કે તેનું અનુકરણ થાય તેમ ન ઇચ્છતા હોવાથી, અમે તેને પ્રોત્સાહિત કરતી સામગ્રીને દૂર કરીએ છીએ.
પોસ્ટ કરશો નહીં: 

 • શારીરિક નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી સામગ્રી, જેમ કે હુમલો કરવો અથવા અપહરણ    કરવું
 • એવી સામગ્રી કે જે અન્ય લોકોની સુરક્ષાને જોખમમાં નાખતી હોય, જેમાં પ્રહાર જેવા અડપલાં સામેલ છે
 • માનવ શોષણ અથવા વન્યજીવનની તસ્કરીને પ્રોત્સાહન આપતી સામગ્રી
 • એવી સામગ્રી કે જે ગેરકાયદેસર રીતે મેળવેલ માલસામાનની ખરીદી, વેચાણ અથવા વેપાર ઑફર કરતી   હોય
 • સામગ્રી કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તેની સૂચનાઓ પ્રદાન કરતી હોય

હથિયારોનું વેચાણ અથવા ઉપયોગ

અમારા સમુદાયને સુરક્ષિત રાખવા માટે, અમે સામાન્ય રીતે હથિયારો, દારૂગોળો, હથિયારોને લગતા સહાયક સાધનો અથવા વિસ્ફોટક શસ્ત્રોના નિરૂપણ, વેપાર અથવા પ્રચારને મંજૂરી આપતા નથી. તે હથિયારોનું નિર્માણ કેવી રીતે કરવું તેના પરની સૂચનાઓને પણ અમે પ્રતિબંધિત કરીએ છીએ. અમે નીચેની પરિસ્થિતિઓમાં આગ્નેયાસ્ત્રો અથવા અન્ય પ્રકારના હથિયારોનું પ્રદર્શન કરતી સામગ્રીના અપવાદોને મંજૂરી આપી શકીએ છીએ: સંગ્રહાલયનાં સંગ્રહના ભાગ તરીકે, કાલ્પનિક સેટિંગમાં, પોલીસ અધિકારી દ્વારા હાથ ધરવામા આવતા, સેનાની પરેડમાં અથવા શૂટિંગ રેંજ જેવા સુરક્ષિત અને નિયંત્રિત વાતાવરણમાં વપરાતી હોય.
પોસ્ટ કરશો નહીં: 

 • સામગ્રી કે જે અગ્નિ-અસ્ત્રો, અગ્નિ-અસ્ત્રોના સહાયક સાધનો, દારૂગોળો અથવા વિસ્ફોટક હથિયારોને    પ્રદર્શિત કરે છે
 • સામગ્રી કે જે અગ્નિ-અસ્ત્રો, સહાયક સાધનો, દારૂગોળો, વિસ્ફોટક હથિયારો વેચતી હોય, વેપાર કરતી હોય   અથવા માંગ કરતી હોય અથવી તેમને કેવી રીતે બનાવવા તે અંગેના સૂચનો આપતી હોય.

ડ્રગ અને પ્રતિબંધિત પદાર્થો

અમારા સમુદાયનું રક્ષણ કરવા, અમે ડ્રગ અથવા અન્ય પ્રતિબંધિત પદાર્થોના વેપાર અથવા ઉપયોગને દર્શાવતી સામગ્રીને મંજૂરી આપતા નથી.
પોસ્ટ કરશો નહીં: 

 • એવી સામગ્રી કે જે ડ્રગ, ડ્રગના વપરાશનું પ્રદર્શન કરે છે અથવા અન્ય લોકોને ડ્રગ અથવા અન્ય   પ્રતિબંધિત પદાર્થોનો ઉપયોગ અથવા વેપાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે
 • એવી સામગ્રી કે જે ડ્રગ અથવા અન્ય પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ કરે છે, ઑફર કરે છે, વેપાર કરે છે   અથવા વિનંતી કરે છે
 • એવી સામગ્રી કે જે ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત પદાર્થોની ખરીદી કેવી રીતે કરવી તેના પરની   માહિતી પ્રદાન કરે છે

છેતરપિંડી અને કૌભાંડો

અમે અન્ય લોકોને નુકસાન પહોંચાડવા માટે અમારા પ્લેટફોર્મનો દુરૂપયોગ  કરવાની કોઈને પણ પરવાનગી આપતા નથી, જેમાં વ્યકતિઓને છેતરતી અથવા સંપત્તિની ચોરી કરતી યોજનાઓ સામેલ છે. અમે તેવી સામગ્રીને દૂર કરીએ છીએ જે ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવવા માટે જાણી જોઈને લોકોને છેતરે છે.
પોસ્ટ કરશો નહીં:

 • ફિશિંગને પ્રોત્સાહન આપતી સામગ્રી
 • એવી સામગ્રી કે જે પોન્ઝી અથવા પિરામિડ યોજનાઓને પ્રોત્સાહન આપતી હોય
 • એવી સામગ્રી કે જે નિયત બેટિંગ, ઝડપથી પૈસાદાર બનવાની યોજનાઓ અથવા અન્ય કોઈપણ પ્રકારના   કૌભાંડોને પ્રોત્સાહન આપતી હોય


હિંસક અને ગ્રાફિક સામગ્રી

અમે એવી સામગ્રીને મંજૂરી આપતા નથી જે અત્યંત ભયાનક અથવા આઘાતજનક હોય, ખાસ કરીને જે અધમ હિંસા અથવા વેદનાને પ્રોત્સાહિત કરતી હોય અથવા તેનો મહિમા બતાવતી હોય. અમે અમુક ચોક્કસ સંજોગો માટે અપવાદોને મંજૂરી આપીએ છીએ, ઉદાહરણ તરીકે, સામગ્રી સમાચાર લાયક હોય અથવા તેનો હેતુ સમસ્યાઓ પ્રત્યે જાગરૂકતા કરવાનો હોય. જ્યારે અમને સાર્વજનિક સુરક્ષા પ્રત્યે હિંસા અથવા ધમકીઓના વાસ્તવિક જોખમને ઓળખીએ છીએ ત્યારે એકાઉન્ટને પ્રતિબંધિત કરીએ છીએ અને સંબંધિત કાનૂની અધિકારીઓ સાથે જરૂર મુજબ અને ઉચિત હોય ત્યારે કાર્ય કરીએ છીએ.

હિંસક અને ગ્રાફિક સામગ્રી: માનવ

પોસ્ટ કરશો નહીં:

 • એવી સામગ્રી કે જે ગંભીર રીતે આઘાતજનક, દુખદ અથવા અત્યંત ગ્રાફિક વાળી હોય, જેમાં નીચે મુજબ   સામેલ છે પરંતુ આટલે સુધી જ મર્યાદિત નથી:
  • વાસ્તવિક લોકોને સામેલ કરતા હિંસા અથવા આકસ્મિક મૃત્યુના નિરૂપણો
  • વિચ્છેદિત, વિકૃત, દાઝેલા અથવા બળી ગયેલા માનવ અવશેષોનું નિરૂપણ
  • રક્તનું નિરૂપણ કે જેમાં ખુલ્લા ઘા અથવા ઇજા પર મુખ્ય ફોકસ હોય
  • ગંભીર શારીરિક હિંસાનું નિરૂપણ. 
  • અપવાદો: રંગમંચની અથવા વ્યાવસાયિક લડાઈ, પરંપરાગત માર્શલ આર્ટ અથવા કાલ્પનિક   સેટિંગમાં લડાઈ

હિંસક અને ગ્રાફિક સામગ્રી: પ્રાણીઓ

પોસ્ટ કરશો નહીં:

 • એવી સામગ્રી કે જે ગંભીર રીતે આઘાતજનક, દુખદ અથવા અત્યંત ગ્રાફિક વાળી હોય, જેમાં નીચે મુજબ સામેલ છે પરંતુ આટલે સુધી જ મર્યાદિત નથી:
  • વાસ્તવિક પ્રાણીઓના વધનું નિરૂપણ
  • વિચ્છેદિત, વિકૃત, દાઝેલા અથવા બળી ગયેલા પ્રાણીઓના અવશેષોનું નિરૂપણ
  • પશુઓ પર ક્રૂરતાનું નિરૂપણ


આત્મહત્યા, સ્વ-ઇજા અને જોખમી કૃત્યો

અમે નુકસાન તરફ દોરતી પ્રવૃત્તિઓમાં ભાગીદારીને પ્રોત્સાહન આપતા નથી. અમે ખતરનાક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી પણ આપતા નથી. અમે સ્વ-ઇજા અથવા આત્મહત્યાને પ્રોત્સાહિત કરતી સામગ્રીને મંજૂરી આપતા નથી પરંતુ અમે આ સમસ્યાઓ વિશે જાગરૂકતા વધારવા માટે વપરાશકર્તાઓને તેમના અનુભવો શેર કરવાની મંજૂરી આપીએ છીએ.

અમે તે વપરાશકર્તાઓને કે જેઓ સ્વ-ઇજા અથવા આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ  કરતા હોય અથવા જેઓ એવી કોઈ વ્યક્તિને જાણતા હોય જે આત્મહત્યા કરવાનું ગંભીરપણે વિચારતી હોય, તેમને તાત્કાલિક ધોરણે કાનૂની અધિકારીઓનો અથવા આત્મહત્યા નિવારણ હૉટલાઇનનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. 

આત્મહત્યા

અમે તેવી સામગ્રીને દૂર કરીએ છીએ જે આત્મહત્યા, આત્મહત્યાની વૃત્તિઓનું પ્રદર્શન કરતી હોય અથવા તે સામગ્રી કે જે તેના જેવા કૃત્યોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આમાં આત્મહત્યા અથવા આત્મહત્યાથી મૃત્યુ થવાની સંભાવના વાળા કાર્યો કરનારી વ્યક્તિને આત્મહત્યા અથવા સામગ્રી આપવી સામેલ છે. અમે આત્મહત્યાને પ્રોત્સાહિત કરતી, પ્રશંસા કરતી કે આત્મહત્યા કેવી રીતે કરવી તેના વિશે અન્ય લોકોને સૂચના આપતી કોઈપણ પ્રકારની સામગ્રીને પ્રતિબંધિત કરીએ છીએ.
પોસ્ટ કરશો નહીં:

 • સામગ્રી કે જે આત્મહત્યા કેવી રીતે કરવી તેની સૂચનાઓ પ્રદાન કરતી હોય
 • સામગ્રી કે જે આત્મહત્યાની સ્તુતિ કરતી હોય, પ્રોત્સાહિત કરતીઅથવા તેને મહિમામંડિત કરતી હોય
 • આત્મહત્યાના પડકારો
 • અપવાદો: આત્મહત્યાના વિચારોમાંથી પસાર થઈ રહેલા લોકો માટે સમર્થન, સંસાધનો અથવા તેમ કરવાની કોઈ પદ્ધતિ પ્રદાન કરતી સામગ્રી

સ્વ-ઇજા

સ્વ-ઇજાના વર્તનને સામાન્ય બનાવવા, પ્રોત્સાહિત કરવા અથવા ઉત્તેજીત કરવાનું ટાળવા માટે, અમે તેવી છબીઓને મંજૂરી આપતા નથી જે આવા વર્તનનું નિરૂપણ કરતી હોય, પછી ભલે વપરાશકર્તાનો તેને પોસ્ટ કરવા પાછળનો હેતુ કોઈપણ હોય. જાતે કરેલ શારીરિક ઇજા તરફ દોરવાની સંભાવના હોય તેવા કાર્યોને પ્રોત્સાહિત કરતી અથવા પ્રોત્સાહિત કરી શકે તેવી સામગ્રીને અમે દૂર કરીએ છીએ. સામગ્રી કે જે આહારની એવી ટેવોને પ્રોત્સાહિત કરતી હોય જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા સંભવી શકે, તેને અમે પ્લેટફોર્મ પર મંજૂરી આપતા નથી.
પોસ્ટ કરશો નહીં:

 • સામગ્રી કે જે જાતે-કરેલા ઘાવ બતાવે છે
 • સામગ્રી કે જે સ્વ-ઇજા કેવી રીતે કરવી તેની સૂચનાઓ પ્રદાન કરતી હોય
 • એવી સામગ્રી જે વજન ઘટાડવા માટે પ્રો-આના અથવા અન્ય જોખમી વર્તનનું સમર્થન કરતી હોય
 • અપવાદો: એવી સામગ્રી કે જે આહારના વિકારોથી પીડાતા અથવા સ્વ-ઇજામાં ભાગ લેતા લોકોને   સમર્થન, સંસાધન અથવા કોપિંગ પદ્ધતિ પ્રદાન કરતી હોય

જોખમી કૃત્યો

બિનવ્યાવસાયિક સંદર્ભમાં અથવા આવશ્યક કૌશલ્ય વિના આયોજિત કરવામાં આવતી જોખમી પ્રવૃત્તિઓ અથવા અન્ય જોખમી વર્તનો જે વપરાશકર્તા અથવા જાહેર જનતાને ગંભીર ઇજા કે મૃત્યુ તરફ દોરી શકે. અમે તેવી સામગ્રીને મંજૂરી આપતા નથી જે શોખને ખાતર કરેલા અખતરા અથવા જોખમી પડકારો સહિત આવા વર્તનને પ્રોત્સાહિત કરતી હોય, પ્રચાર કરતી હોય અથવા તેની પ્રશંસા કરતી હોય.
પોસ્ટ કરશો નહીં:

 • તેવી સામગ્રી કે જે જોખમી સાધનોના અનુચિત ઉપયોગને બતાવતી હોય
 • તે સામગ્રી કે જે વપરાશના હેતુ માટે બનેલા ન હોય તેવા પ્રવાહી પીવાનું અથવા તેવા પદાર્થોને ખાવાનું   નિરૂપણ કરતી હોય 
 • ઇજા તરફ દોરી શકે તેવા ખતરનાક પડકારો
 • તે સામગ્રી જે મોટર વાહનોને ચલાવવાની કાયદેસર ઉંમરથી નીચેના સગીરોનું નિરૂપણ કરતી હોય


ધૃણા ફેલાવતી વાણી

અમે તેવી સામગ્રીને સહન કરતા નથી જે સંરક્ષિત લક્ષણોના આધાર પર વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ વિરુદ્ધ હુમલો કરતી હોય અથવા હિંસાને ઉશ્કેરતી હોય. અમે તેવી સામગ્રીને મંજૂરી આપતા નથી જેમાં ધૃણા ફેલાવતી વાણી સામેલ હોય અને તેને અમારા પ્લેટફોર્મથી દૂર કરીએ છીએ. અમે તે એકાઉન્ટને સસ્પેન્ડ અથવા પ્રતિબંધિત પણ કરીએ છીએ જેમાં ખૂબ ધૃણા ફેલાવતી વાણી ઉલ્લંઘનો હોય. 

સંરક્ષિત સમૂહો પર હુમલા

અમે તેવી સામગ્રીને ધૃણા ફેલાવતી વાણી તરીકે નિર્ધારિત કરીએ છીએ જેનો હેતુ સંરક્ષિત લક્ષણોના આધાર પર વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ વિરુદ્ધ હુમલો કરવાનો, ધમકાવવાનો, તેમની વિરુદ્ધ હિંસાને ઉશ્કેરવાનો અથવા અમાનવીય બનવાનો હોય. અમે તેવી સામગ્રીને પણ મંજૂરી આપતા નથી જે મૌખિત અથવા શારીરિક રીતે હિંસાની ધમકી આપતી હોય અથવા નીચેના સંરક્ષિત લક્ષણો પૈકી કોઈપણ પર આધારિત વ્યક્તિ અથવા સમૂહના નુકસાનને નિરૂપિત કરતી હોય:

 • કોમ 
 • વંશીયતા
 • રાષ્ટ્રીય મૂળ
 • ધર્મ
 • જાતિ 
 • જાતીય અભિગમ
 • સેક્સ
 • લિંગ
 • લિંગની ઓળખ
 • ગંભીર બીમારી અથવા અપંગતા
 • સ્થળાંતરની સ્થિતિ

પોસ્ટ કરશો નહીં:

 • એવી સામગ્રી કે જે ઉપર સૂચિબદ્ધ વિશેષતાઓના આધારે વ્યક્તિઓ અથવા સમૂહો વિરુદ્ધ ઘૃણા અથવા હિંસાને ઉશ્કેરતી હોય અથવા અમાનવીયતા દર્શાવતી હોય, જેમાં નીચે મુજબ સામેલ છે પરંતુ આટલે સુધી મર્યાદિત નથી: 
  • દાવો કરવો કે તેઓ શારીરિક અથવા નૈતિક રીતે ગૌણ છે
  • તેઓની સામે હિંસા આચરવી અથવા તેને વાજબી ઠેરવવી
  • દાવો કરવો કે તેઓ અપરાધીઓ છે 
  • તેમને પ્રાણીઓ, નિર્જીવ વસ્તુઓ કે અન્ય બિન-માનવીય એકમો તરીકે નકારાત્મક રીતે સંદર્ભિત   કરવા 
  • તેમની પ્રત્યે બહિષ્કાર, અલગતા અથવા ભેદભાવને પ્રોત્સાહિત કરવું અથવા તેને વાજબી ઠેરવવું

માનહાનિ

માનહાનિને એવા અપમાનજનક શબ્દોના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમનો હેતુ ઉપર સૂચિબદ્ધ વંશીયતા, કોમ અથવા કોઈપણ અન્ય સંરક્ષિત લક્ષણોને સમાપ્ત કરવાનો હોય. તેઓને અમારા પ્લેટફોર્મ પર સહન કરવામાં આવતા નથી કારણ કે અમે અત્યંત અપમાનજનક શબ્દોને ફેલાવવામાં યોગદાન કરવા માંગતા નથી. જો કે, અમે તે હકીકતથી વાકેફ છીએ કે માનહાનિનો ઉપયોગ સ્વ-સાંદર્ભિક રીતે થઈ શકે છે અથવા પુનરૂક્તિ કરવામાં આવેલ છે, અને અમે અપવાદોને મંજૂરી આપી શકીએ છીએ જ્યારે માનહાનિનો ઉપયોગ ગીતમાં થયો હોય અથવા પોતાના સંદર્ભમાં વ્યંગાત્મક સંદર્ભ અને/અથવા પુનરૂક્તિના અન્ય ઉદાહરણોમાં થયો હોય. 
પોસ્ટ કરશો નહીં

 • એવી સામગ્રી કે જે બિન-સંમતિવાળી માનહાનિને આમંત્રિત કરતી હોય

દ્વેષપૂર્ણ વિચારધારા

દ્વેષપૂર્ણ વિચારધારા, અમારું પ્લેટફોર્મ પ્રદાન કરે છે તે સમ્મિલિત અને સમર્થિત સમુદાય સાથે અસંગત છે. અમે દ્વેષપૂર્ણ વિચારધારાને પ્રોત્સાહિત કરતી સામગ્રીને દૂર કરીએ છીએ. 
પોસ્ટ કરશો નહીં

 • એવી સામગ્રી કે જે કોઈપણ દ્વેષપૂર્ણ વિચારધારા વિશે સકારાત્મક વાત કરીને અથવા આવી વિચારધારાથી સંબંધિત લૉગો, પ્રતીકો, ધ્વજ, સૂત્રો, પહેરવેશ, આદર, હાવભાવ, ચિત્રો, ચિત્રાત્મક સ્વરૂપણો અથવા વ્યક્તિઓના નામો પ્રદર્શિત કરીને તેને પ્રોત્સાહન આપતી હોય 
 • તે સામગ્રી કે જે સારી રીતે દસ્તાવેજીત અને હિંસક બનાવોને નકારતી હોય
 • સંગીત અથવા ગીતના શબ્દો જે દ્વેષપૂર્ણ વિચારધારાને પ્રોત્સાહિત કરતા હોય 


પજવણી અને ગુંડાગીરી

વપરાશકર્તાઓને શરમજનક લાગવા, અપમાનિત લાગવા, ધમકાવવા અથવા પજવવાના ડર વિના પોતાને અભિવ્યક્ત કરવા માટે સુરક્ષાનો અનુભવ થવો જોઈએ. અમે વ્યક્તિઓ પર થઈ શકે તેવી અપમાનજનક સામગ્રીના માનસિક તાણને ઊંડાણપૂર્વક સમજીએ છીએ અને અમે અમારા પ્લેટફોર્મ પર અપમાનજનક સામગ્રી અથવા વર્તનને સાંખી લેતા નથી. 

અપમાનજનક વર્તન

અમે અપમાનજનક તમામ અભિવ્યક્તિઓને દૂર કરીએ છીએ, જેમાં હિંસક ધમકીઓ, જાતીય પજવણી, દેખાવ, બુદ્ધિ, વ્યક્તિત્વની વિશેષતાઓ અને સ્વચ્છતાને લગતા અસ્પષ્ટ નિવેદનો સામેલ છે પરંતુ આટલે સુધી જ મર્યાદિત નથી.
પોસ્ટ કરશો નહીં:

 • એવી સામગ્રી કે જે હિંસા સાથે વ્યક્તિને ધમકાવતી હોય
 • એવી સામગ્રી જે વ્યક્તિના મૃત્યુ, ગંભીર બીમારી, શારીરિક અથવા અન્ય નુકસાન ઇચ્છતી હોય
 • હિંસા અથવા સમન્વિત પજવણીને ઉશ્કેરતી સામગ્રી
 • એવી સામગ્રી જે વપરાશકર્તાની જાતીય પ્રવૃત્તિની ઉપેક્ષા કરીને અથવા અવાંછિત જાતીય સંપર્ક કરવાનો   પ્રયાસ કરીને તેમની જાતીય રીતે પજવણી કરતી હોય
 • એવી સામગ્રી જે બુદ્ધિ, દેખાવ, વ્યક્તિત્વની વિશેષતાઓ અથવા સ્વચ્છતા જેવા લક્ષણોને આધારે ખાનગી   વ્યક્તિને બદનામ કરે છે
 • હિંસક દુર્ઘટનાઓના વખાણ કરતી અને તેના શિકાર બનેલાઓને બદનામ કરતી સામગ્રી
 • અન્ય વપરાશકર્તાઓને લક્ષ્યાંકિત કરીને અપમાનજનક સામગ્રી બનાવવા માટે TikTok ની ડ્યુએટ,   પ્રતિક્રિયા અથવા પ્રભાવોની સુવિધાઓનો ઉપયોગ કરતી સામગ્રી

અન્ય લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન

વ્યક્તિગત રીતે ઓળખવાયોગ્ય માહિતીને જાહેર કરવી અથવા જાહેર કરવાની ધમકી આપવી કે જેના કારણે ગંભીર ભાવનાત્મક તણાવ થઈ શકે અને વાસ્તવિક-વિશ્વના નુકસાન તરફ દોરી શકે. અમે તેને દુરૂપયોગના એક પ્રકાર તરીકે ગણીએ છીએ અને તેને TikTok પર મંજૂરી આપતા નથી.
પોસ્ટ કરશો નહીં: 

 • વ્યક્તિગત રીતે ઓળખવાયોગ્ય માહિતીને જાહેર કરતી અથવા જાહેર કરવાની ધમકી આપતી સામગ્રી, જેમાં નિવાસી સરનામું, ખાનગી ઈમેલ સરનામું, ખાનગી ફોન નંબર, બેંક સ્ટેટમેન્ટ, સામાજીક સુરક્ષા નંબર અથવા પાસપોર્ટ નંબરનો સમાવેશ થાય છે પરંતુ ફક્ત આટલે સુધી જ મર્યાદિત નથી
 • કામુક છબીઓ અથવા બિન-સહમતિની અંતરંગ છબીઓને જાહેર કરવાની ધમકીઓ


વયસ્કોની નગ્નતા અને જાતીય પ્રવૃત્તિઓ

અમે જાતીય રીતે સ્પષ્ટ અથવા લલચાવતી સામગ્રીને TikTok પર મંજૂરી આપતા નથી, જેમાં આ પ્રકારની એનિમેટેડ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. જાતીય સામગ્રીમાં ઘણા જોખમો હોય છે, જેમ કે કેટલાક અધિકારક્ષેત્રોમાં કાનૂની દંડ ફટકારવો અને બિન-સહમતિપૂર્ણ છબીઓ શેર કરીને અમારા વપરાશકર્તાઓને નુકસાન પહોંચાડવું (ઉદાહરણ તરીકે, અશ્લીલ બદલો લેવો). ઉપરાંત સ્પષ્ટ રીતે જાતીય સામગ્રી અમુક સંસ્કૃતિઓમાં અપમાનજનક હોઈ શકે છે. અમે શૈક્ષણિક, ડોક્યુમેન્ટરી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક હેતુઓ માટે લગભગ નગ્નતા અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીના અપવાદોને મંજૂરી આપીએ છીએ. ઉદાહરણ તરીકે, સ્તનને લગતી નિશાનીઓ બતાવતી અથવા તેના પર ચર્ચા કરતી સામગ્રીને મંજૂરી છે.

યૌન શોષણ

યૌન શોષણ એ જાતીય હેતુઓ માટે ભેદ્યતા, સત્તા અથવા વિશ્વાસની સ્થિતિનો વાસ્તવિક દુરૂપયોગ અથવા દુરૂપયોગનો પ્રયાસ છે જેમાં અન્ય લોકોના જાતીય શોષણ દ્વારા નાણાકીય, સામાજીક અથવા રાજનીતિક લાભનો સમાવેશ થાય છે પરંતુ આટલે સુધી જ મર્યાદિત નથી.
પોસ્ટ કરશો નહીં : 

 • તેવી સામગ્રી જે બિન-સહમતિવાળી જાતીય કૃત્યોને નિરૂપિત કરે અથવા ઉશ્કેરે છે
 • તેવી સામગ્રી કે જે જાતીય વિનંતી અથવા જાતીય વિરોધને, પ્રોત્સાહિત કરતી હોય અથવા તેની પ્રશંસા   કરતી હોય

વયસ્કોને સમાવતી અશ્લીલતા અને નગ્નતા

જાતીય સંતુષ્ટિના હેતુ માટે સ્પષ્ટ રીતે નિરૂપિત લૈંગિક અવયવો અને/અથવા કૃત્યો એ અશ્લીલતા છે. 
પોસ્ટ કરશો નહીં : 

 • તેવી સામગ્રી કે જે જાતીય પ્રવૃત્તિઓને નિરૂપિત કરે છે જેમ કે પેનિટ્રેશન, નૉન-પેનિટ્રેટિવ સેક્સ અથવા   મૌખિક સેક્સ
 • સામગ્રી કે જે માનવ જનનાંગો, સ્ત્રીની ડીંટડી અથવા નિતંબોને બતાવતી હોય
 • સામગ્રી કે જે જાતીય ઉત્તેજનાને દર્શાવતી હોય
 • સામગ્રી કે જે જાતીય વ્યભિચાર દર્શાવતી હોય 


સગીરોની સુરક્ષા

અમે બાળ સુરક્ષા પ્રત્યે ગંભીર રીતે પ્રતિબદ્ધ છીએ અને સગીરો પ્રત્યેના શિકાર બનાવતા અથવા ફોસલાવવાના વર્તનને જરાપણ ચલાવી લેતા નથી. અમે તે સામગ્રીને મંજૂરી આપતા નથી કે જે બાળકોના દુરૂપયોગ, બાળ નગ્નતા અથવા બાળકોના જાતીય શોષણને ડિજિટલ અને વાસ્તવિક એમ બંને સ્વરૂપમાં દર્શાવે છે અથવા પ્રસારિત કરે છે, અને અમે સંબંધિત કાનૂની અધિકારીઓને આવી સામગ્રીની જાણ કરીએ છીએ. અમે અશિષ્ટ વ્યવહારમાં સંડોવાયેલ સગીરોને દર્શાવતી સામગ્રીને પણ મંજૂરી આપતા નથી. 

TikTok નો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓએ ન્યૂનતમ ઉમરની જરૂરિયાતને પૂરી કરવી આવશ્યક છે (અમારી સેવાની શરતોમાં નિર્ધારિત કર્યા મુજબ). જ્યારે સગીર એકાઉન્ટ ધારકોની ઓળખાણ થાય, ત્યારે અમે અમારા પ્લેટફોર્મ પરથી તેમના એકાઉન્ટ દૂર કરીએ છીએ અને તેમને જો તેમના પ્રદેશમાં ઉપલબ્ધ હોય તો વધુ ઉચિત એપ્લિકેશન અનુભવ પર નિર્દેશિત કરી શકીએ છીએ.

નગ્નતા અને જાતીય શોષણમાં સામેલ સગીરો 

નગ્નતામાં તે સામગ્રીનો સમાવેશ થાય છે જે ખાનગી ભાગોને સ્પષ્ટપણે બતાવતી હોય. યૌન શોષણ એ જાતીય હેતુઓ માટે ભેદ્યતા, સત્તા અથવા વિશ્વાસની સ્થિતિનો વાસ્તવિક દુરૂપયોગ અથવા દુરૂપયોગનો પ્રયાસ છે જેમાં અન્ય લોકોના જાતીય શોષણ દ્વારા નાણાકીય, સામાજીક અથવા રાજનીતિક લાભનો સમાવેશ થાય છે પરંતુ આટલે સુધી જ મર્યાદિત નથી.
પોસ્ટ કરશો નહીં: 

 • તે સામગ્રી કે જે સગીરોના ગુપ્તાંગો દર્શાવતી હોય
 • સામગ્રી કે જે સગીરોના જાતીય શોષણને દર્શાવતી હોય
 • તેવી સામગ્રી કે જે સગીરોને સમાવતી જાતીય પ્રવૃત્તિઓને નિરૂપિત કરે છે જેમ કે પેનિટ્રેશન, નૉન-પેનિટ્રેટિવ સેક્સ અથવા મુખ મૈથુન
 • સામગ્રી કે જે સગીરોને સમાવતી જાતીય ઉત્તેજનાને દર્શાવતી હોય
 • સામગ્રી કે જે સગીરોને સમાવતા જાતીય વ્યભિચાર દર્શાવતી હોય

સગીરોનું અશિષ્ટ વર્તન 

અશિષ્ટ વર્તનમાં ડ્રગ્સ, દારૂ અને તમાકુના ઉપયોગ અથવા સેવનનો સમાવેશ થાય છે પરંતુ આટલે સુધી જ મર્યાદિત નથી.  
પોસ્ટ કરશો નહીં:

 • તે સામગ્રી કે જે સગીરોને આલ્કોહોલિક પીણાં, ડ્રગ્સ અથવા તમાકુનો વપરાશ કરતા, ધરાવતા અથવા સેવનની શંકાને દર્શાવતા હોય

બાળકોનો દુરૂપયોગ

બાળકોના દુરૂપયોગને કોઈ વ્યક્તિ દ્વારા સગીર પર શારીરિક અને/અથવા મનોવૈજ્ઞાનિક ક્ષતિ પહોંચાડવા માટે બળ પ્રયોગના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. શારીરિક દુરૂપયોગ એ એવું કૃત્ય છે જે બાળકોના શરીર પર જાણી જોઈને ઇજા પહોંચાડે છે. માનસિક શોષણમાં કોઈ બાળકને કાં તો શારીરિક અથવા જાતીય હિંસાની ધમકીઓ અથવા ગુંડાગીરીથી ભયભીત કરવામાં આવે છે.
પોસ્ટ કરશો નહીં: 

 • સામગ્રી કે જે સગીરોને સમાવતા શારીરિક અથવા માનસિક દુરૂપયોગનું નિરૂપણ કરે છે

ફોસલાવવાનું વર્તન

ફોસલાવવું એટલે જાતીય દુરૂપયોગ, જાતીય શોષણ અથવા જાતીય તસ્કરીના હેતુઓ માટે તેમનો વિશ્વાસ સંપાદન કરવા માટે વયસ્ક દ્વારા સગીર સાથે ભાવનાત્મક સંબંધ બાંધવો.
પોસ્ટ કરશો નહીં:

 • સામગ્રી કે જે ફોસલાવવાના વર્તનને પ્રોત્સાહિત કરે છે, સૂચિત કરે છે અથવા વાજબી ઠેરવે છે 
 • તે સામગ્રી કે જે જાતીય રીતે શોષણ કરવાની વાતચીતમાં સગીરને સંડોવતી હોય
 • સામગ્રી કે જે જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીને પ્રસારિત કરવા માટે કોઈ બાળકને પ્રોત્સાહિત કરતી હોય અથવા મજબૂર કરતી હોય

સગીરોનું યૌન શોષણ

અમે તેવી સામગ્રીને મંજૂરી આપતા નથી જે સગીરો પર જાતીયતાને થોપતી હોય અથવા જાતીય રીતે ઉત્તેજિત કરતી હોય.
પોસ્ટ કરશો નહીં: 

 • સામગ્રી કે જે સગીરોને સામેલ કરીને ઉત્તેજિત નૃત્યો દર્શાવતી હોય
 • તેવી સામગ્રી જે સગીરોને સામેલ કરીને જાતીય અથવા ઉત્તેજક ભાષા ધરાવતી હોય


અખંડિતતા અને પ્રામાણિકતા

તે સામગ્રી કે જે અમારા સમુદાયના સભ્યોને છેતરવા અથવા ગેરમાર્ગે દોરવાના હેતુથી અમારા વિશ્વાસ-આધારિત સમુદાયને જોખમમાં મૂકતી હોય. અમે આવી સામગ્રીને અમારા પ્લેટફોર્મ પર મંજૂરી આપતા નથી. આમાં સ્પૅમિંગ, ઢોંગ અને ખોટી માહિતીના પ્રચાર જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.

સ્પામ

સામગ્રી અથવા પ્રવૃત્તિ જે પ્લેટફોર્મ પર કૃત્રિમ રીતે લોકપ્રિયતા વધારવા માંગતી હોય તે પ્રતિબંધિત છે. ક્રિયાપ્રતિક્રિયાની મેટ્રિક્સને વધારવા માટે પ્લેટફોર્મની મેકેનિઝમમાં હેરફેર કરવાના કોઈપણ પ્રયાસોને પણ અમે પ્રતિબંધિત કરીએ છીએ. 
આ કરશો નહીં:

 • વ્યુઝ, લાઈક્સ, ફોલોઅર્સ, શેર્સ અથવા ટિપ્પણીઓને કૃત્રિમ રીતે કેવી રીતે વધારવી તેના પરની સૂચનાઓ શેર કરવી
 • વ્યુઝ, લાઈક્સ, ફોલોઅર્સ, શેર્સ અથવા ટિપ્પણીઓને વેચવા અથવા ખરીદવાનો પ્રયાસ અથવા તેમાં સંડોવણી
 • કૃત્રિમ ટ્રાફિક જનરેશન સેવાઓનો પ્રચાર કરવો
 • ખોટા અથવા કપટપૂર્ણ ઢોંગ હેઠળ અનેક TikTok એકાઉન્ટ સંચાલિત કરવા જેમાં અનાધિકૃત પ્રવૃત્તિ કરવા માટેના સંયુક્ત પ્રયાસો, વાણિજ્યિક સ્પામનું વિતરણ અથવા અન્યથા TikTok નીતિઓના સ્કેલ કરેલ ઉલ્લંઘનમાં સહકાર આપવાનો સમાવેશ થાય છે

ઢોંગ

અમે જાહેર જનતાને છેતરવા માટે અન્ય વ્યક્તિ કે સંસ્થાઓનો ઢોંગ કરવાની વપરાશકર્તાઓને મંજૂરી આપતા નથી. જ્યારે અમે ઢોંગની રિપોર્ટની પુષ્ટિ કરી લઈએ, તે પછી અમે ઉલ્લંઘન કરનાર એકાઉન્ટને દૂર કરીએ છીએ. અમે જ્યાં સુધી એકાઉન્ટ અન્ય લોકોને TikTok પરની તેની ઓળખાણ અથવા હેતુઓ અંગે ગેર માર્ગે દોરતું ન હોય ત્યાં સુધી પૅરોડી, કોમેન્ટ્રી અથવા પ્રશંસક એકાઉન્ટ માટે અપવાદોને મંજૂરી આપીએ છીએ.
પોસ્ટ કરશો નહીં: 

 • કોઈ અન્ય વ્યક્તિનું નામ, બાયોગ્રાફિકલ વિગતો અથવા પ્રોફાઇલ ચિત્રનો ગેરમાર્ગે દોરતી પદ્ધતિમાં ઉપયોગ કરીને બીજી વ્યક્તિ અથવા સંસ્થા તરીકે

ગેરમાર્ગે દોરતી માહિતી

અમે અમારા સમુદાય અથવા વિશાળ જનતાને નુકસાન પહોંચાડી શકે તેવી ખોટી માહિતીને પરવાનગી આપતા નથી. અમે અમારા વપરાશકર્તાઓને તેમના માટે મહત્વપૂર્ણ હોય તે વિષયો વિશે આદરપૂર્ણ વાતચીત કરવા પ્રોત્સાહિત કરતા હોવાથી અમે કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને અથવા વિશાળ જનતાની સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે તેવી ખોટી માહિતીને દૂર કરીએ છીએ. અમે ખોટી માહિતીના પ્રચારો દ્વારા વિતરીત સામગ્રીને પણ દૂર કરીએ છીએ. 
પોસ્ટ કરશો નહીં:

 • ખોટી માહિતીનો અર્થ છે ભય, દ્વેષ અથવા પૂર્વાગ્રહને ઉશ્કેરતી હોય તે માહિતી
 • ખોટી માહિતી એ છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે તબીબી સારવાર વિશે   ગેરમાર્ગે દોરતી માહિતી
 • નુકસાન પહોંચાડવાના હેતુ વાળી અફવાઓ, છેતરવાના પ્રયાસો અથવા હેરફેર કરેલ સામગ્રી
 • તે સામગ્રી કે જે સમુદાયના સભ્યોને ચૂંટણીઓ અથવા અન્ય નાગરિક પ્રક્રિયાઓ વિશે ગેરમાર્ગે દોરતી  હોય 

બૌદ્ધિક સંપદા

અમે દરેક વ્યક્તિને મૂળ મૌલિક સામગ્રી બનાવવા અને શેર કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે વપરાશકર્તાઓને તેવી સામગ્રી પ્રકાશિત અથવા વિતરીત કરવાની મંજૂરી આપતા નથી જે અન્ય કોઈ વ્યક્તિના બૌદ્ધિક સંપદાના અધિકારોનું ઉલ્લંઘન કરતી હોય.
પોસ્ટ કરશો નહીં:

 • સામગ્રી કે જે અન્ય કોઈ વ્યક્તિના કૉપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન અથવા ભંગ કરતી હોય


પ્લેટફોર્મની સુરક્ષા પરના જોખમો

ઉપર રેખાંકિત કરેલ સામગ્રી અને વર્તન ઉપરાંત, અમારી નીતિઓ TikTok સેવાને નબળી પાડતી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે:

 • TikTok વેબસાઇટ, એપ્લિકેશન અથવા સંકળાયેલ નેટવર્કને હૅક કરશો નહીં અથવા વપરાશકર્તાઓની ઍક્સેસને પ્રતિબંધિત કરવા માટે તેના ઉપયોગોને બાયપાસ કરશો નહીં
 • વાઇરસ, ટ્રોઝન હોર્સેસ, વર્મ, તાર્કિક બોમ્બ અથવા દુર્ભાવનાપૂર્ણ અથવા નુકસાનદાયક અન્ય કોઈપણ સામગ્રી ધરાવતી ફાઇલોને વિતરીત કરશો નહીં
 • ફાઇલો, કોષ્ટકો અથવા દસ્તાવેજો સહિત TikTok પર આધારિત કોઈપણ વ્યુત્પન્ન ઉત્પાદનોનું સંશોધન, સ્વીકાર, અનુવાદ, વિપરીત એંજીનિયર, ડિસઅસેમ્બલ, ડિકમ્પાઇલ અથવા રચના કરશો નહીં અને ન તો TikTok માં અંકિત કોઈપણ સ્ત્રોત કોડ, અલ્ગોરિધમ, પદ્ધતિઓ અથવા તકનીકોને ફરીથી જનરેટ કરશો નહીં
 • TikTok માંથી માહિતી એકત્રિત કરવા માટે સ્વચાલિત સ્ક્રિપ્ટનો ઉપયોગ કરશો નહીં

અમારા જીવંત વૈશ્વિક સમુદાયનો ભાગ બનવા અને તમામ વપરાશકર્તાઓ માટે એક સુરક્ષિત સ્થાન જાળવવા માટે અમારી સાથે કાર્ય કરવા બદલ તમારો આભાર. જો તમને એવી કોઈ સામગ્રી અથવા એકાઉન્ટ મળે જે તમને લાગતું હોય કે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે છે, તો કૃપા કરીને અમને જણાવો જેથી કરીને અમે સમીક્ષા કરી શકીએ અને યોગ્ય કાર્યવાહી કરી શકીએ.